ઈ. સ. ૧૯૩૫ના વર્ષમાં નવસારી કેળવણી મંડળ અને નવસારી હાઇસ્કૂલની સ્થાપના, નવસારી વિભાગના શ્રી લાલભાઇ ડાહ્યાભાઈ નાયક, શ્રી ઠાકોરભાઈ મણીભાઈ દેસાઈ તેમજ શ્રી રઘુનાથજી હરિભાઈ નાયક જેવા આગેવાનોએ કરી હતી. એઓ મહાત્મા ગાંધીના ચુસ્ત અનુયાયીઓ અને સ્વાતંત્ર સંગ્રામના આંદોલનના સૈનિકો હતા. જેમનું જીવન હંમેશાં પ્રેરણાદાયક રહ્યું છે. તેઓ એ ખાનગી ભાગીદારીથી શરૂ કરી ટ્રસ્ટ સ્વરૂપે રૂપાંતર કરી સંસ્થાનું સંચાલન કર્યું હતું.
૧૯૯૧થી મારી ભાષા શિક્ષક તરીકે શરુ થયેલી કારકિર્દી અને ત્યારબાદ સતત ૨૦૦૭થી આચાર્યાપદે નિયુક્તિ પામ્યા બાદ સતત શિક્ષણ નિરંતર શિક્ષણમાં હજુ પણ માનું છું.ગ્રાસ રૂટ લેવલથી કાર્ય શરુ કરીને મેં મારી કારકિર્દીમાં અંગ્રેજી વિષયનું ૧૦૦% પરિણામ આપ્યું છે. શાળામાં કોરી પાટી જેવા વિદ્યાર્થિનીઓને વ્યવહારૂ શિક્ષણ ,કારકિર્દી અંગે માર્ગદર્શન ,અભ્યાસક્રમ –તૈયારી –માર્ક્સ-રીઝલ્ટ –પ્રેઝન્ટેશન અંગેનું તલસ્પર્શી માર્ગદર્શન આપું છું.
વધુ વાંચો »