“કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી.”
-શ્રીમતી ઇન્દિરા ગાંધી
૧૯૯૧થી મારી ભાષા શિક્ષક તરીકે શરુ થયેલી કારકિર્દી અને ત્યારબાદ સતત ૨૦૦૭થી આચાર્યાપદે નિયુક્તિ પામ્યા બાદ સતત શિક્ષણ નિરંતર શિક્ષણમાં હજુ પણ માનું છું.ગ્રાસ રૂટ લેવલથી કાર્ય શરુ કરીને મેં મારી કારકિર્દીમાં અંગ્રેજી વિષયનું ૧૦૦% પરિણામ આપ્યું છે. શાળામાં કોરી પાટી જેવા વિદ્યાર્થિનીઓને વ્યવહારૂ શિક્ષણ ,કારકિર્દી અંગે માર્ગદર્શન ,અભ્યાસક્રમ –તૈયારી –માર્ક્સ-રીઝલ્ટ –પ્રેઝન્ટેશન અંગેનું તલસ્પર્શી માર્ગદર્શન આપું છું.ધો.૧૨ પાસ કર્યા બાદ મારા student ને કારકિર્દી અંગે મૂંઝવણ નથી હોતી. મારો સંદેશ એ જ છે કે મહેનત કરો. સારા વિચારશીલ ,ચારીત્ર્યવાન મનુષ્ય બનો.પોતાના કર્તવ્યો ,જવાબદારીઓ પ્રત્યે હમેશા સભાન રહો.પરીસ્થિતિઓ સામે ફરિયાદ કરવાને બદલે એને અનુકુળ બનાવો.જીવનમાં હમેશા ઊંચા ધ્યેય રાખો . જે કારકિર્દી પસંદ કરો તેમાં શ્રેષ્ઠ બનવાનો પ્રયત્ન ચાલુ રાખો. તમારા માતા પિતા ,કુટુંબ,સમાજ ,શાળાને તમારા માટે ગૌરવ થાય એવા પ્રયત્નો કરો.કદીપણ નાસીપાસ ન થાઓ. જીવન કરતા કિંમતી બીજું કશું જ નથી માટે કોઈપણ પરિસ્થિતિમાં હિમત ન હારશો અને પોતાને નુકસાન થાય તેવા પ્રયત્ન ન કરશો..પોતાની જાતને ,વિચારો ને જડ ન રાખી બદલવાનો પ્રયત્ન કરતા રહો.
કવિશ્રી સુરેશ દલાલની આ પંક્તિ મને ખુબ ગમે છે.
આપણે તો આપણી રીતે રહેવું.
ખડક થવું તો ખડક નહીતર નદીની જેમ..
નિરાંતે વહેવું…..
– આચાર્યાશ્રી બિનીતાબેન એમ ત્રિવેદી